- કર્ણાટકનો શ્રીનિવાસ ગૌડા હાલમાં અચાનક ચર્ચામાં આવી ગયો છે. તેણે એક પારંપરિક દોડ કંબાલા જોકીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પર શ્રીનિવાસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે 100 મીટરની દોડ 9.55 સેકન્ડમાં પુરી કરી છે. શ્રીનિવાસના આ વીડિયોને મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો છે. જે પછી રમત મંત્રી કિરણ રિજિજૂ એ શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલવવાનો નિર્ણય કર્યો છે.
- આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરતા લખ્યું હતું કે એક વખત આ ખેલાડીના શરીરને જોવો તે એથ્લેટિક્સમાં ઘણું બધુ કરી શકે છે. હવે આ તો ખેલ મંત્રી કિરણ રિજિજૂ તેને ટ્રેનિંગ આપે કે આપણે કંબાલા જોકીને ઓલિમ્પિકમાં સામેલ કરીએ. જે પણ હોય આપણે શ્રીનિવાસ માટે ગોલ્ડ મેડલ ઇચ્છીએ છીએ.
- આનંદ મહિન્દ્રાના આ ટ્વિટના જવાબામં રમત મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું છે કે હું કર્ણાટકના શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલાવીશ જેનો ટ્રાયસ સાઇના ટોપ કોચ લેશે. લોકોને ઓલિમ્પિક અને તેના સ્તર વિશે ઓછી જાણકારી છે. ખાસ કરીને એથ્લેટિક્સ જ્યાં તાકાતની જરુર હોય છે. હું પુરો પ્રયત્ન કરીશ કે ભારતની કોઈ પ્રતિભા બેકાર ના જાય.આ પછી કિરણ રિજિજૂએ ટ્વિટ કરીને કહ્યું હતું કે શ્રીનિવાસની ટ્રેન ટિકિટ થઈ ચૂકી છે અને તે સોમવારે સાઇ સેન્ટર પહોંચશે. જ્યાં તેનો પુરો ટ્રાયલ લેવામાં આવશે. નરેન્દ્ર મોદીની સરકાર દરેક પ્રકારના ખેલાડીઓ માટે કામ કરવા માંગે છે.
- શ્રીનિવાસ પારંપરિક ભેસોની રેસ 13.62 સેકન્ડમાં 142.50 મીટરની રેસ પુરી કરી હતી. તેના આ સમયના હિસાબે તેને તટીય ક્ષેત્રોના પારંપરિક રમતના ઇતિહાસમાં સૌથી ઝડપી દોડવીર માનવામાં આવ્યો છે. શ્રીનિવાસે આ રેસ પુરી કરી ત્યારે લોકોએ ગણતરી કરી કે 100 મીટરમાં તેની સ્પીડ શું હશે અને લોકોની ગણતરી પ્રમાણે 100 સેકન્ડની રેસ 9.55 સેકન્ડમાં પુરી કરી હતી. આ સમય બોલ્ટના 9.58ના વર્લ્ડ રેકોર્ડથી 0.03 સેકન્ડ ઓછો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News