• નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર IPO દ્વારા LICમાં પોતાના શૅરનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કર્યો છે..નાણા મંત્રી નિર્મલા સીતારમણએ બજેટ માં LICને લઈને મોટી જાહેરાત કરી. નાણા મંત્રીએ કહ્યું કે સરકાર દેશની સૌથી મોટી ઇન્સ્યૂરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં પોતાની હિસ્સેદારી વેચશે. તેના માટે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ લાવવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર IPO દ્વારા LICમાં પોતાના શૅરનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કર્યો છે. સરકાર એલઆઈસીમાં પોતાની હિસ્સેદારી વેચીને પૈસા એકત્ર કરશે.
  • LICનો આવશે IPO:નાણા મંત્રીએ બજેટ 2020-21 રજૂ કરતાં કહ્યું કે સરકાર એલઆઈસીમાં પોતાની જવાબદારી આઈપીઓ દ્વારા વેચશે. હાલ, ભારતીય જીવન વીમા નિગમમાં સરકારની હિસ્સેદારી 100 ટકા છે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ હેઠળ એલઆઈસીનું લિસ્ટિંગ થશે.
  • 1.05 લાખ કરોડ રૂપિયા રોકાણનો ટાર્ગેટ: સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્ય રાખ્યો છે. બીજી તરફ, નાણાકીય વર્ષ 2021માં ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય 2.1 લાખ કરોડ રૂપિયા છે. હાલ નાણાકીય વર્ષમાં સરકારે અત્યાર સુધી 18,094.59 કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
  • IDBI બેંકનો પણ હિસ્સો વેચશે સરકાર: સરકાર આઈડીબીઆઈ બેંકનો બચેલો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. એલઆઈસી દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. લગભગ 2 દશકોમાં ખાનગી વીમા કંપનીઓ તેને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાંય તેની બાદશાહી કાયમ છે. માનવામાં આવી રહ્યું છે કે જો આ કંપનીનો શૅર બજારમાં લિસ્ટ કરવામાં આવશે તો તેમાં રોકાણકારોનો ખાસ રસ હશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024