કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે તિબેટ, એક અલગ દેશ છે. અલગ દેશ તરીકે તે કોની સાથે રહેવા માંગે છે તે નક્કી કરવાનો અધિકાર ધરાવે છે.
ખાલિસ્તાન મુદ્દે ભારતની નારાજગીનો સામનો કરી રહેલા કેનેડાએ હવે ચીનને ઉશ્કેર્યું છે. કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તિબેટને પોતે કોની સાથે રહેવું છે તે નક્કી કરવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, તિબેટ પર 7 દાયકાઓથી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે અને હવે તે ચીનની નીતિ હેઠળ તેને પોતાના દેશનો એક ભાગ માને છે. જો કે, ધાર્મિક નેતા દલાઈ લામા સહિત તિબેટીનો એક મોટો સમૂહ દેશનિકાલમાં છે અને ઘણીવાર ચીન સામે આંદોલન કરે છે.
કેનેડાની સંસદમાં સાંસદ એલેક્સિસ બ્રુનેલે-ડુસેપ્પે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો હતો. ગૃહમાં હાજર તમામ સાંસદોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે, જ્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે પીએમ જસ્ટિન ટ્રુડો ગૃહમાં ન હતા. અન્ય સાંસદ, જુલી વિગ્નોલાએ ટ્વિટર પર લખ્યું: ‘આજે આ પ્રસ્તાવને એક વર્ષની ચર્ચા પછી મંજૂર કરવામાં આવ્યો.’ કેનેડા તિબેટ કમિટીએ લખ્યું કે અમે ખુશ છીએ કે કેનેડાની સંસદે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તિબેટને પોતાના માટે નિર્ણય લેવાનો અધિકાર છે.
આ પણ વાંચો – રાજ્ય સરકારે ‘ટેલેન્ટ પુલ વાઉચર’ યોજના બંધ કરી, ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો
સંસદમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ચીને તિબેટ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત તેની સામ્રાજ્યવાદી નીતિ પ્રમાણે ત્યાંની સંસ્કૃતિનો પણ નાશ થઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઠરાવમાં તિબેટના લોકોને એક અલગ દેશ માનવામાં આવ્યો છે અને તેમને પોતાને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ‘તિબેટીયનોને તેમની પોતાની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક નીતિઓ પસંદ કરવાનો અધિકાર છે. કોઈપણ બાહ્ય શક્તિને આમાં દખલ કરવાનો અધિકાર હોવો જોઈએ નહીં.
આ પણ વાંચો – RSS ચીફ મોહન ભાગવતે મણિપુર પર કહ્યું- ચૂંટણી પતી ગઈ, હવે ધ્યાન આપો
કહ્યું- ચીનના ખોટા પ્રચારનો સામનો કરવામાં પણ મદદ કરશે
એટલું જ નહીં, પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીનને દલાઈ લામાના ઉત્તરાધિકારની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે તિબેટવાસીઓને તે પ્રચારનો સામનો કરવામાં મદદ કરીશું જેના હેઠળ ચીન કહે છે કે તિબેટ તેનો ભાગ છે. તમને જણાવી દઈએ કે ચીને 1950માં તિબેટ પર કબજો કર્યો હતો. અન્ય એક સાંસદે કહ્યું કે કેનેડાનો આ પ્રસ્તાવ ઘણો મહત્વનો છે. માનવ અધિકારોના રક્ષણ માટે આ જરૂરી છે. આ દરખાસ્ત હંમેશા સરકારી રેકોર્ડમાં રાખવામાં આવશે.