Ceasefire

Ceasefire

જમ્મુ-કાશ્મીરના બંદીપોરામાંથી લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. ત્યારબાદ પાકિસ્તાની સૈન્યએ સરહદે બેફામ તોપમારો (Ceasefire) ચાલુ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ચિત્રાગામમાં હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠાર થયો હતો.

ત્યરબાદ બાંદીપોરામાં પણ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. આ આતંકવાદી પાસેથી વિસ્ફોટકોનો જથ્થો અને હથિયારો જપ્ત કરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાની સૈન્યએ સરહદે બેફામ તોપમારો (Ceasefire) ચાલુ કરી દીધો હતો.

આ પણ જુઓ : Petrol Price : સતત ત્રીજે દિવસે પેટ્રોલના ભાવમાં વધારો

બારામૂલ્લામાં હાથ ધરાયેલા એન્કાઉન્ટરમાં ચાર જવાનો શહીદ થયા હતા. એ પૈકીના બે જવાનો બિહારના હતા. બિહાર સરકારે એ બન્ને શહીદ જવાનોના પરિવારને 36-36 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે. તે ઉપરાંત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ બિહાર સરકારે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ રકમ અપાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024