2019 લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. લોકો પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આવામાં દેશમાં જ નહીં, વિદેશમાં પણ સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો.
અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં પણ ભાજપની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂજર્સીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ હતી. તેઓ અહીં એક ક્લબમાં ભેગા થયા હતા અને દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા.
તેમનું કહેવું છે કે, મોદી સરકાર નિષ્ઠાવાન, ભક્તિવાન અને શ્રદ્ધાવાન છે. ભારતમાં મતગણતરી ચાલી રહી હતી, ત્યારે અમેરિકામાં રાત હતી. ન્યૂજર્સીમાં વસતાં ગુજરાતીઓ રાત્રે એક ક્લબમાં ભેગા થયા હતા.
જ્યારે સવાર પડતાં-પડતાં પરિણામ સ્પષ્ટતા થતાં તેઓ લોકોએ દેશભક્તિા ગીતો પર ઝૂમી સેલિબ્રેશન કર્યું હતું. આટલું જ નહીં, તેઓએ આખી રાત જાગી ભજીયા, સમોસા બનાવી પાર્ટી પણ કરી હતી.
ઉપરાંત અમેરિકાના ઓરલેન્ડોમાં ઇન્ડિયન અમેરિકન બિઝનેસ એસોસિએશન અને ચેમ્બર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપની જીતને વધાવવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.