- પોલીસની કાર્યવાહીને પગલે વાહનચાલકો, રાહદારીઓ સહિત વેપારીઓને પણ મોઢા ઉપર માસ્ક બાંધવાની ફરજ પડી..
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા લોકો કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરે તેવા ઉદ્દેશથી અને લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની જાગૃતતા માટે પ્રાંત અધિકારી દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી કોરોના ની ગાઈડલાઈન ના પાલન અર્થ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
પાટણ શહેરમાં સોમવાર થી ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર જોવા મળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી નો પ્રારંભ કરવામાં આવતાં શહેરના માગૉ પર થી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ને ફરજિયાત પણે માસ્ક પહેરવાની ફરજ પડી હતી.
કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ માસ્ક વગરના લોકો સામે ની દંડકિય કાયૅવાહી ને લઈને માગૅ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ સહિત વેપારીઓ પણ પોતાના મોઢા પર માસ્ક બાંધેલ નજરે પડ્યા હતા. તો કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી ને લોકો દ્વારા સરાહનીય લેખાવી હતી.