અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ નિલેશભાઈ જોશી , અમદાવાદ ના ઉપપ્રમુખ ભાવેશભાઈ શુકલા નિગરાની હેઠળ ચાણસ્મા ખાતે નવી વરાયેલી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા કે.બી જનરલ હોિસ્પટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ સમિતિનો મુખ્ય હેતુ પ્રજાના હિતના કાર્ય કરવા , પ્રજાની સાથે ઠગાઈમાં રક્ષણ મેળવવા, સરકારી તંત્રમાં થતી ગેરરીતિ આે સામે લડત આપવા , સાથે સાથે સેવાકીય પ્રવૃિત્તઆે કરવાનો અભિગમ આ સમિતિનો હોવાનું જણાવ્યું હતું.
જેમાં મિતેશભાઈ વ્યાસ, સુનિલ ભાઈ વ્યાસ, કમલેશભાઈ પટેલ, રાહુલ ભાઈ સુખડિયા, ચેતનભાઇ શાહ, નિખિલભાઇ જોશી, મનીષભાઈ નાઈ હાજર રહ્યા હતા.
