પાટણની જનતા હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ સ્વ. મેનાબા આેિક્સજન પ્લાન્ટનું દાતા પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વ. મેનાબા કાનજીભાઈ પટેલ મકતુપુર વાળાની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે પાટણ જનતા હોસ્પિટલને આ ઓકિસજન પ્લાન્ટની ભેટ ધરવામાં આવી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે અંજલી પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એસ.આર પટેલ, એિન્જનિયિરગ કોલેજ ઊંઝાના સંચાલક અને અજય એન્જનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ મહેસાણાના સહયોગથી રુપિયા ૪પ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું.
જેને કાનજીભાઈ પટેલ દ્વારા રીબીન કાપી ઓક્સિજન મશીનનું બટન દબાવી ચાલું કયુઁ હતું. આ પ્રસંગે દાતા પરિવાર સહિતનાં મહાનુભાવોનું જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ તેમજ મે. ટ્રસ્ટી ડો. પ્રમોદભાઈ દ્વારા સ્વાગત કરી આભાર વ્યકત કર્યો હતો.