ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર ચાલી રહયો હોય તેમ એક પછી એક દારુના જથ્થાઓ પકડવામાં આવી રહયા છે ત્યારે પાટણ જિલ્લા એલસીબીને મળેલી બાતમી આધારે ચાણસ્મા તાલુકાના સુણસર ગામે એલ.સી.બી પાટણ તેમજ ચાણસ્મા પોલીસે સંયુક્ત રેડ હાથ ધરી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડયો હતો.
પાટણ જિલ્લા એલસીબી પોલીસ મથકના પી.આઇ એ .બી.ભટને મળેલ માહિતી ને આધારે ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ના ઝાલા ભીખાજી ધનાજી ને ત્યાં રેડ કરતાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રૂપિયા ૪,પ૭,પ૧૮ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા ના સુણસર ગામે વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની બાતમી પાટણ એલસીબી પી આઇ એ.બી.ભટ તેમજ ચાણસ્મા પોલીસને મળી હતી તે મુજબ પાટણ એલસીબીના પીઆઇ એ.બી.ભટ તેમજ અકબરભાઈ તેમજ ચાણસ્મા પોલીસ મથકના પી.આઈ. શક્તિસિંહ ગોહિલ કેતનભાઈ પટેલ આશિષભાઈ ચૌધરી સરદારસિંહ સહિતના સ્ટાફના માણસો દ્વારા સુણસર મુકામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.