કોરોના મહામારી વચ્ચે પાટણમાં ફાઇનાન્સર પર એસિડ એટેકની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સરસ્વતી તાલુકાના ચારુપ ગામના વ્યિક્ત ફાઇનાન્સનો ધંધો કરતાં હોઇ એક ઇસમને વ્યાજે એક લાખ રૂપિયા આપ્યા હતા. જોકે ઇસમે તે પૈસા પરત ન આપવા પડે તે માટે ગઇકાલે બપોરના સમયે ફાઇનાન્સ પાસે આવી એસિડ નાંખ્યુ હતુ.
જોકે સદનસીબે એસિડની સામાન્ય અસર થતાં ફાઇનાન્સરને વધુ ઇજા પહોંચી ન હતી. જે બાદમાં ફાઇનાન્સરે તાત્કાલિક પાટણ સિવીલ અને બાદમાં ધારપુર પહોંચી વધુ સારવાર લીધી હતી. આ સાથે એસિડ એટેક કરનાર ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના ફાયનાન્સર જયદિપ રાજપૂત પર સુર્યનગર ફાટક પાસે એસિડ એટેક થયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ફરીયાદમાં નોંધાયેલ વિગતો મુજબ જયદિપ રાજપુતે શહેરના મહાદેવના પાડે નાગર લીમડી ખાતે રહેતાં કેતુલ પટેલને ૧,૦૦,૦૦૦ લાખ વ્યાજે લોન પર આપ્યા હતા.
જેમાં કેતુલ પટેલે પપ,૦૦૦ આપ્યા બાદ બાકીના પૈસા ના આપવા પડે તે માટે ફાયનાન્સર જયદિપ રાજૂપત સુજનીપુરથી પાટણ આેફીસ તરફ આવી રહ્યા હોઇ ત્યારે એસિડ એટેક કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ફાયનાન્સરે તાત્કાલિક સારવાર કરાવી આ પટેલ ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પાટણ એ ડીવીઝન પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩ર૬ (એ), પ૦૬(ર), ર૭૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.