છોટાઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી છોટાઉદેપુર S T બસ કાર્યરત છે. જે એસટી બસ મંગળવારના રોજ બપોરના 1.15 કલાકે અમદાવાદથી છોટાઉદેપુર આવવા નીકળી હોય બસ અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચતા એક એક્ટિવા ચાલક તેની સાથે અન્ય એક વ્યક્તિ બસ આગળ એક્ટિવા ઉભી રાખી ડ્રાઇવરનો દરવાજો ખોલી નીચેથી બે વખત ડ્રાઇવરને ઝાપટ મારી અને ડ્રાઇવરના કેબિનમાં ઉપર ચડીને 7 ઝાપટ ઉપરા છાપરી માર્યા હતા. ભરચક વિસ્તાર હોય એક્ટિવા ચાલકને અન્ય લોકોએ સમજાવતા તે જતો રહ્યો હતો.

જ્યારે બસમાં મુસાફરો હોય ડ્રાઇવર છોટાઉદેપુર બસ લઈ પહોંચ્યો હતો. જે બસમાં ઘટના બની હતી. તેનો વીડિયો વાયરલ થતા ડ્રાઇવર અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદવવામાં આવી હતી. હતી.એલ જી હોસ્પિટલમાં કાનમાં વાગતા ઇજાઓ થતા સારવાર લઈ રહ્યો છે. પોલીસે બ્લેક એક્ટિવા પર આવેલ બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. સીસીટીવીમાં તપાસ કરી આરોપીને ઝડપી પાડશે.

અમદાવાદમાં બનાવ બન્યો છે જે વ્યક્તિ નશો કરેલ હોય મને ઉપર આવી માર માર્યો હતો.મેં પોલીસ ફરિયાદ કરી છે.હાલ કાનમાં વાગેલ હોય સારવાર લઈ રહ્યો છું. મારો કોઈ વાંક કારણ જ નથી અને મને માર માર્યો છે. – રાજુભાઈ પંડ્યા, બસ ડ્રાઇવર, છોટાઉદેપુર

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.