ગાંધીનગર : કાર પલટી ખાઇ જતા 2 વિદ્યાર્થિનીનાં મોત, 3 વિદ્યાર્થી ઘાયલ.

પોસ્ટ કેવી લાગી?

કુડાસણ રોડ પર ભાઇજીપુરા ગામ પાસે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે વિધાર્થિનીનાં મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીને ગંભીર ઇજા થઇ છે. આ કારમાં 3 વિદ્યાર્થિની અને 2 વિદ્યાર્થી બેઠા હતાં.

આ કારમાં ફીઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા 5 વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદથી ગાંધીનગર ખાતે હોસ્ટેલ પરત ફરતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત દરમિયાન ઘાયલ અન્ય 3 વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

વહેલી સવારે પાંચ વાગ્યે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથીનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ કાર ત્રણ જેટલા ઝાડ સાથે અથડાઈ હતી. કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની રહેવાસી સમતા સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures