છોટાઉદેપુર નગર પાલિકાના ઉપપ્રમુખ સહિત ચાર સભ્યો ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા. છોટાઉદેપુર નગરપાલિકા ના વોર્ડ નં. પાંચ ના બીટીપી ના બે સભ્યો અને બીએસપી ના બે સભ્યોએ ભાજપનો ખેંસ ધારણ કર્યો હતો.

ઉપપ્રમુખ ના ઉમેદવાર અને બીટીપીના સભ્ય નરગીસબેન મકરાણી સહિત ૪ સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયમાં ખેંસ ધારણ કર્યો હતો, છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપના ૪ સભ્ય અને આજે ચાર સભ્યોએ ઉપપ્રમુખ ની ચૂંટણી નો

એક કલાક પહેલાજ ભાજપનો ખેસ ધારણ કરતા પાલિકામાં ભગવો લહેરાવવા નો પ્રબળ પ્રયાસ કરાયો હતો.