પાટણ જિલ્લાના વિકલાંગ દિવ્યાંગ ભાઈ- બહેનો માટે પાટણ ખાતે ગાંધી સ્મૃતિ હોલમાં જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પાટણના ઉપક્રમે પાટણના મદદનીશ કલેકટર સચિનકુમારની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર્ય, સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલા, ધારપુર મેડિકલ કોલેજના માનસિક રોગોના નિષ્ણાત ચિંતન રાવલ, પ્રાંત કચેરીના જીગર સોલંકી, મામલતદાર કચેરીના રાજન સોલંકી તેમજ આ

કાર્યક્રમના ભોજનદાતા જાયન્ટસના પ્રમુખ નટવરભાઈ દરજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી દિવ્યાંગોના પ્રશ્નોની રજુઆત કરી હતી . આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રી કીર્તિભાઈ પટેલ, કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિકલાંગ દિવ્યાંગ ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.