પાટણ શહેરમાં પદમનાથ ચોકડી વિસ્તારમાં આવેલ પદ્મદર્શન રેસિડન્સીમાં છેૡા એક મહિનાથી નગરપાલિકાનો પાણી મળતું ન હોવાથી સોસાયટીના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

જેમાં ગુરુવારે સાંજે મહિલાઓ તેમજ ભાઈઓનો મોટો સમૂહ નગરપાલિકા પહોંચ્યો હતો અને નગરપાલિકા હાય હાયના નારા બોલાવી ઓફિસ સુપિ્રટેન્ડેન્ટને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા હોવાની વેદના લોકોએ વ્યક્ત કરી હતી. ઉલ્લે ખનીય છે કે આ વિસ્તારના લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર હોઈ પાટણ નગરપાલિકાની કચેરી ખાતે આવી પાલિકા વિરુધ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યાં હતો.