- અત્યારે લગ્નોની સાથે સાથે છૂટાછેડાના કિસ્સાઓ પણઘણા-બધા વધતા જાય છે.
- પરંતુ છૂટાછેડા માટે પતિ પત્નીમાં કોઈના કોઈ અવગુણ હોય છે જેના કારણે બંને વચ્ચે તાલમેલ ન બેશે.
- જો કે, ચીનની એક એવી ઘટના છે જ્યાં ગુણોથી ભરપુર પતિ સાથે પત્નીએ છૂટાછેડા લેવાની ઘટના બની છે.
- ચીનની 32 વર્ષીય જીઆયુની કહાની લોકો માટે સબક બની શકે છે.
- જીઆયુના જણાવ્યા મુજબ તે બે વર્ષ પહેલા પતિને મળી હતી.
- તેણે લખ્યું છે કે, તેઓ પહેલીવાર કોલોજમાં મળ્યાહતા. ત્યારબાદ અમે એક જ કંપનીમાં કામ કરતા હતા. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ થયો અને એક નાના ઘરમાં સિફ્ટ થયા હતા. એ સમયે અમારી પાસે વધારે પૈસા ન્હોતા પરંતુ મને યાદ છે કે, તે કંઈપણ અપાવવા માટે તૈયાર રહેતા હતા. એક દિવસ મને હેન્ડબેગ અપાવવા માટે તેણે ખાવાનું ન્હોતું ખાધું અને પૈસા બચાવ્યા હતા.
- જિઆયુની બધી જ જરૂરિયાત પૂરી થતી જતી હતી તેમ તે તે વધારે સ્વાર્થી બનતી જતી.
- જીઆયુ પોતાના પતિની ભાવનાઓને નજરઅંદાજ કરતી હતી.
- કોઈપણ વાતમાં છેલ્લો નિર્ણય જીઆયુનો જ રહેતો. છેવટે પતિની ધીરજ ખુટી ગઈ અને બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. જીઆયુના પતિએ જ તેની માફી માંગી અને કહ્યું કે હું સારો પતિ ન બની શક્યો એટલા માટે શરમ અનુભવું છું. (પ્રતિકાત્મક તસવીર)
- છૂટાછેડા પછી જીઆયુને આશા હતી કે તેનો પતિ ફરીથી પરત આવશે પરંતુ બે વર્ષ પસાર થયા છે પરંતુ તે પરત ન ફર્યો અને એકપણ કોલ ન આવ્યો. છેવટે જીઆયુને પોતાના પતિનું મહત્વ સમજાયું. હવે બંને વચ્ચેની પ્રેમ કહાનીનો અંત આવ્યો હતો.