ગરીબ કલ્યાણ મેળા એટલે વિવિઘ યોજનાઓ ના લાભ સીધા લાભાર્થી ના હાથ માં આપવાનો રાજ્ય નો સેવાયજ્ઞ : મુખ્યમંત્રી
મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને દંડક રમેશભાઈ કટારા ની વિશેષ ઉપસ્થિતિ.
દાહોદ જિલ્લા ના ૬૮૫૦૦ થી પણ વધુ લાભાર્થીઓને ૩૮૦.૬૮ કરોડ ના સાધન સહાય નું વિતરણ.
દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો.
રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધા જ ગરીબ પરિવારો સુધી પહોંચે તે માટે જિલ્લાના 68 હજાર 500થી પણ વધુ ગરીબોને રૂ. 380.68કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો આ ગરીબ કલ્યાણ મેળા થકી મળી રહે તે માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્રે કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને મળવાપાત્ર લાભો તેમને હાથો-હાથ આપવાના આશયથી વર્ષ 2009-10થી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. સતત 13 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લીધે મોકૂફ રખાયું હતું. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દરેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેના અંતર્ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રીએ કર્યો હતો.