AIIMS

CM રૂપાણીએ અમદાવાદીઓ માટે સૌથી મોટી ખુશખબર આપી છે. અમદાવાદ મેટ્રોની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણરીતે પૂર્ણ થઈ ગયું છે. આ વિશે CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. અમદાવાદમાં 6.51 કિલોમીટરની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરી લેતા અમદાવાદીઓને હવે અંડરગ્રાઉન્ડ મેટ્રોની મુસાફરી ખુબ જલ્દી કરવા મળી શકે છે. અમદાવાદમાં એપરલ પાર્કથી શાહપુર વચ્ચે મેટ્રો ટ્રેનની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. અપ અને ડાઉનલિંકનું કામ પૂર્ણ થયું છે.

અમદાવાદમાં 6.51 કિમી ભૂગર્ભ ટનલમાં મેટ્રો દોડશે. સરસપુર ટનલની કામગીરી પણ 60 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. ટનલનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ ટનલનુ કામ ચાલુ હતું. તે કામ પણ 60 ટકા જેટલુ પુરુ થઈ ગયું હતું. 6 કીલોમીટર વચ્ચે 4 સ્ટેશન હશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024