Kisan Sahay Yojana

CM વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Kisan Sahay Yojana) નિયમોમાં પણ ફેરફાર કરવા હશે તો એ કરી શકાશે. તેમને જણાવ્યું કે, 55 ટકા પ્રીમિયમ પ્રાઈવેટ કંપનીઓ લઈ જાય અને ખેડૂત લોન લઈને કામ કરતો હોય તે માટે ખેડૂત સુરક્ષિત રહે, એટલા માટે જ મુખ્યમંત્રી ખેડુત સહાય યોજના (Kisan Sahay Yojana) જાહેર કરી છે.

ખેડૂતોને ખરીફ પાકમાંલાભ મળે અને અતિવૃષ્ટિ થાય તે નક્કી હોતું નથી કરે છે. ગુજરાતમાં દરેક ઝોનની વરસાદની પેટર્ન અલગ-અલગ હોવાથી પુરસ્કાર કોને ગણવો તે એક મોટી મુશ્કેલી હતી. તો અત્યાર સુધી 5 ઈંચને અનાવૃષ્ટિ કહેતા હતા. હવે 10 ઇંચ કરવામાં આવ્યું છે. આ રીતે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે.

પાક વીમા કંપનીઓ પ્રીમિયમ કરતાં ઓછું વળતર આપતી હતી. એટલે નક્કી કર્યું કે, 48 કલાકમાં 25 ઇંચ અને 35 ઇંચનો ધોરણ નક્કી કર્યું છે. સરકારની નિયત સ્પષ્ટ છે. સરકાર ઓપન છે. સરકારના નિયમોમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો કરી શકાશે.

વધુમાં તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Kisan Sahay Yojana) નિયમોમાં પણ ફેરફાર કરવા હશે તો એ કરી શકાશે. તથા તાલુકાઓને નુકસાન થયું હશે તે તાલુકાઓને સરકાર મદદ કરશે.

આ ઉપરાંત ગઈકાલે મુખ્યમંત્રી ખેડૂતો માટે જાહેર કરેલી રાહત પેકેજમાં જે પણ તાલુકાઓને નુકસાન ગયો છે એ તમામને લાભ આપવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તથા CM એ જાહેરાત કરી કે, આગામી દિવસોમાં વરસાદ પડે અને વધુ નુકસાન જાય તો તેવા તાલુકો પણ સમાવેશ કરવામાં આવશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024