શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ની વિદ્યાર્થીની કુ. નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગત માં ગૌરવ અપાવતી સિદ્ધિઓ મેરેથોન દોડમાં પ્રાપ્ત કરી છે. ત્યારે વિદ્યાર્થીની ની આ સિદ્ધિઓ ને બિરદાવવા તાજેતર માં ગુજરાત ના ૬૨માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ ની ઉજવણી દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માનપત્ર આપી ને નવાજવામાં આવેલ હતું.
કોલેજ ની વિદ્યાર્થીનીનું સન્માન કરવા આર્ટસ કોલેજ, પાટણ અને NGE સોસાયટી, મુંબઈ દ્વારા ₹૨૫૦૦૦/- નો ચેક આપીને સન્માનિત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સંસ્થા ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડૉ. જે. એચ. પંચોલી, કોલેજના આચાર્ય ડો. લલિત એસ. પટેલ અને ઉપેન્દ્રભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા અને નિરમા ઠાકોરને સન્માનીત કરેલ હતી.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ