seva setu dahod

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ નો સીધેસીધો લાભ મળી રહે અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઓ લોકો સુધી પહોંચતી રહે અને સ્થળ પર કોઈપણ અરજી હોય તેનું તાત્કાલિક નિકાલ પણ કરી અપાશે. તેવા લોકોને સરકારી દ્વારા અધિકારી દ્વારા સીધેસીધો લાભ મળી રહે તે આજે લાભાર્થી અરજીઓ 735 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો.

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે પ્રાથમિક શાળામાં 16 ગામનો 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી ગોહિલ ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં ફતેપુરા મામલતદાર પી એન પરમાર નાયબ મામલતદાર પુરવઠા એસ.એમ ચૌધરી નાયબ મામલતદાર ઈ-ધરા મેહસુલ ગ્રામ પંચાયતના સરપંચઓ તાલુકા પંચાયતના કર્મચારીગણ પશુ ચિકિત્સક સંગાડા જુદા જુદા ખાતાના કર્મચારી અધિકારીઓ તલાટી કમ મંત્રીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા

આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમા આધાર કાર્ડ રેશનકાર્ડ મા નામ દાખલ કરવા સુધારા-વધારા જાતિના દાખલા આવકના દાખલા 7-12 ની નકલ 8 અ નો ઉતારો‌ રસીકરણ આધાર કાર્ડ મેડિકલ સારવાર નવા વીજ જોડાણ વગેરે મળીને કુલ 735 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતો. પ્રાંત અધિકારી ગોહિલ દરેક સ્ટોલ ની મુલાકાત લઇ ચાલતી કામગીરી નિહાળી હતી અને જરૂરી સલાહ સૂચન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024