Patan Dalit

પથ્થર મારાની ધટના માં વરરાજા સહિત તેમની માતા અને અન્ય ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત બની.

બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો.

એક તરફ સરકાર સમરસતા ની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે હજું પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુત અછુત ના ભેદભાવ સાથે સમરસતા જોજનો દૂર હોય તેવી પ્રતિતિ થતી હોય છે ત્યારે ગુરૂવારના રોજ પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે દલિત પરિવાર નાં ત્યાં આયોજિત લગ્ન પ્રસંગે વરરાજા ને ધોડા ઉપર બેસાડી ડીજે નાં તાલે નિકળેલ વરધોડા દરમિયાન ગામ ના જ કેટલાક ઠાકોર સમાજ નાં લોકો એ ઉશ્કેરાઈ જઈ ને વરઘોડા ઉપર પથ્થર મારો કરતાં ચાર મહિલાઓ સહિત વરરાજા ઈજાગ્રસ્ત બન્યા હોવાની ધટના પ્રકાશમાં આવવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે રહેતા રામજીભાઈ પરમાર ના દિકરા વિજ્ય નાં ગુરૂવારના રોજ લગ્ન હોય સવારે ૯ વાગ્યા આજુ બાજુ ધોડા ઉપર વરરાજા બિરાજમાન થઈ તેઓનો ડીજે ના તાલે વરઘોડો નીકળ્યો હતો જે વરધોડો ગામ માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામનાં જ ઠાકોર સમાજ ના ૨૦૦ થી વધારે લોકો એ ઉશ્કેરાઈ જઈ દલિત પરિવાર ને જાતી વિરુદ્ધ અપશબ્દો બોલી વરધોડા ઉપર પથ્થર મારો કરતાં વરધોડા માં જોડાયેલ ચાર મહિલાઓ સહિત વરરાજા અને તેમની માતા ઈજાગ્રસ્ત બન્યા હતા તો ઉશ્કેરાયેલા ટોળાએ લગ્ન મંડપ સળગાવી વરરાજા ના પિતા રામજીભાઇ પાસે રહેલ પૈસા નુ પર્શ પણ લૂંટી લીધું હતું.

આ બનાવને પગલે ભાટસણ ગામે અફડા તફડી મચી જવા પામી હતી તો બનાવની જાણ પોલીસ ને કરાતાં પોલીસે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી કોઈ અનિચ્છનિય ઘટના ધટે તે પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ઠાકોર સમાજ નાં પાંચ શખ્સોની અટકાયત કરી પરિસ્થિતિ તંગ હોવા છતાં પોલીસ દ્વારા શાંતિ પૂર્ણ માહોલમા દલિત પરિવાર નાં પુત્ર નાં લગ્ન પરિપૂર્ણ બને તે માટે ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

એક તરફ સરકાર સમરસતા ની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે દલિત પરિવાર નાં વરધોડા ઉપર ઠાકોર સમાજ દ્વારા કરાયેલ પથ્થરમારા ની ધટના ને જોતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સમરસતા હજું જોજનો દૂર હોય તેવી પ્રતિતિ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024