Surat

Surat

સુરત (Surat) માં ગુનાખોરી સતત વધી રહી છે. જેમાં હત્યા હત્યાનો પ્રયાસ લુટ ચોરી અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સતત બની રહી છે. સુરતમાં એક અજાણ્યા યુવાન પર હુમલો કરીને નિમાવત કરવાની ઘટના બનતા પોલીસ વિભાગ દોડતું થયું છે. તેમાં પણ સુરતનો લિંબાયત વિસ્તાર ગુનાખોરીનું હબ બનતું જઈ રહ્યું છે.

ત્યારે સુરતમાં થોડા દિવસ પહેલાં બજારમાં એક અજાણ્યા યુવાનની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હજી તો ચાર દિવસ જ થયા હતા ત્યાં તો ફરી એકવાર  હત્યાના પ્રયાસની ઘટના બની છે.

આ પણ જુઓ : DCGI એ સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા વિનોબાનગર ખાતે જાહેરમાં એક યુવાન પર ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જઈ લોકોના ટોળા એકઠા થઇ જતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવાન કોણ છે તેના પર કોણે કયા કારણે હુમલો કરવામાં આવ્યો છે. તેની પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024