- પાટણ ખાતે આયોજિત LRD તેણજ અન્ય પોલીસ ભરતી પરિક્ષા ની શુભકામના પાઠવી..
ગુજરાત રાજ્ય પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક ની ભરતી માટે પાટણ ખાતે આવેલા અનુસૂચિત જાતિ સમાજ ના ઉમેદવારો ને રહેવા,જમવાની વ્યવસ્થા ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ, દુઃખવાડા, સુભાષચોક પાટણ ખાતે અનુસૂચિત જાતિ સમાજ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પીએસઆઈ અને લોકરક્ષક ની ભરતી માટે આવેલ તમામ ઉમેદવારો ને જય ભીમ ના નારા સાથે અનુસુચિત જાતિ સમાજ ના આયોજકો તથા સામાજીક અગ્રણીઓ દ્વારા ઉસ્તાહભેર ફૂલો થી સ્વાગત કરી આવકારવા માં આવ્યા હતા.
પાટણ ખાતે પોલીસ ભરતી માટે અનુસૂચિત જાતિ સમાજ ના આવેલ ઉમેદવારોને સમાજ અગ્રણી આયોજક પીએસઆઈ વિનોદભાઈ સોલંકી, મહેશચંદ્ર સુતરીયા, પ્રવીણભાઈ એમ. સોલંકી તેમજ અનુસૂચિત જાતિ સમાજ ના અગ્રણીઓ, સમાજ ના યુવાનો, ભાઈઓ, બહેનો દ્વારા આવકારવા માં આવ્યા હતા તથા તમામ મહાનુભાવોએ પરિક્ષાર્થીઓ ને પરીક્ષા માં પાસ થશો તેમજ સમાજનું, દેશનું, રાજ્યનું ગૌરવ વધારવા
શુભકામનાઓ પાઠવી હતી.