Patan
પાટણ (Patan)માં વરસાદમાં રસ્તા પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા કોંગ્રેસે ખાડામાં વૃક્ષારોપણ, હવન કર્યા હતા ત્યારબાદ સોમવારે પાલિકા સામે પરવાનગી વગર નવ કોંગ્રેસી કાર્યકરોએ ધરણાં કરતા પોલીસે ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરી હતી.
પાટણમાં વરસાદથી રસ્તાઓનું ધોવાણ થતાં ખાડા પડી ગયા છે. કોંગ્રેસ દ્વારા રસ્તા રીપેર કરવા અનેક રજૂઆતો કરવા આવી છે. તેમ છતાં રસ્તાઓ રીપેર કરવામાં ન આવતા સોમવારે કોંગ્રેસના પાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયા અને દિનેશભાઈ ભીલ સહિતના આગેવાનોએ પાલિકા સામે ધરણા કરી દેખાવો કર્યા હતા.
આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો
પરવાનગી વિના કાર્યક્રમ યોજવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે કોંગ્રેસના નવ કાર્યકરોની ધરપકડ કરતા કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચાર કર્યા હતા. આ મામલે પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે હાલમાં રસ્તા ઉપર ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. દિવાળી સુધીમાં પાટણ શહેરના તમામ રસ્તા રિપેર કરવામાં આવશે. ચૂંટણી સામે આવતા પાલિકાને બદનામ કરવા કોંગ્રેસ રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.