Gamblers

પાટણ શહેરમાં અવારનવાર જુગાર રમતાં લોકોને પકડવામાં આવે છે. ત્યારે ફરી પાટણ પોલીસે શહેરના ધાંધલ છાપરા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા આઠ જુગારીઓની ધરપકડ કરી છે. તેમજ આઠ જુગારીઓ (Gamblers) પર જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

રવિવારે સાંજના સમયે પાટણના ધાંધલના છાપરા ગોગા મહારાજના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં આઠ શકુનિ જુગાર રમતા હોવાની બાતમી પાટણ પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે રેડ કરી મહેશજી રમેશજી ઠાકોર, અજયકુમાર અશોકભાઈ પટ્ટણી, વિશાલ રમેશજી ઠાકોર, દેવેન્દ્ર રમેશજી ઠાકોર, કાળુભાઈ અશોકભાઈ પટ્ટણી, અશોકજી લીલાજી ઠાકોર, સંજયજી લીલાજી ઠાકોર અને શૈલેષજી ચતુરજી ઠાકોરની ધરપકડ કરી હતી.

આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો

પોલીસની રેડ દરમિયાન જુગારીઓ પાસેથી જુગારના સાહિત્ય તેમજ રોકડ રૂ. 14230 અને કિંમત રૂપિયા 13 હજારના મોબાઈલ મળી કુલ રૂ. 27,230 મળી આવ્યા હતા. પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો. પાટણમાં તીનપત્તી અને વરલી મટકાના જુગારના કેસ નોંધાતા જ રહે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024