Saif Ali Khan

Saif Ali Khan

સૈફ અલી ખાને (Saif Ali Khan) ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, રાવણનુ કેરેક્ટર રસપ્રદ છે પણ રાવણ એટલો ક્રુર પણ નહોતો. સૈફ અલી ખાને સાથે સાથે રામાયણમાં સીતાના હરણની ઘટનાને પણ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરીને કહ્યુ હતુ કે, રાવણની બહેન શૂર્પણખાનુ નાક લક્ષ્મણે કાપી નાંખ્યુ હોવાથી રાવણે સીતાનુ અપહરણ કર્યુ હતુ.

બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનનુ આ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે. આ નિવેદન બદલ સૈફ માફી માંગી ચુક્યો છે પણ લોકોનો રોષ યથાવત છે. દિલ્હીમાં વિશ્વ હિન્દુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવી દિલ્હી પોલીસ મથકમાં ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર

રાજેશ તોમરે ફરિયાદમાં કહ્યુ છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને રાવણને દયાળુ ગણાવતી અને સીતાના હરણને વ્યાજબી ઠેરાવતી ટિપ્પણી ઈન્ટરવ્યૂમાં કરી હતી. જેનાથી તે સમાજમાં ધાર્મિક ટકરાવ વધારી શકે. આ નિવેદનથી કરોડો હિન્દુઓની આસ્થાને ધક્કો વાગ્યો છે. તેનાથી સમાજમાં શાંતિ ભંગ થવાનો પણ ખતરો છે.

સૈફ અલી ખાને માફી માંગતા કહ્યુ હતુ કે,  મને ખબર પડી છે કે મારા ઈન્ટરવ્યૂમાં મેં જે વાતો કહી તેનાથી લોકોની લાગણી દુભાઈ છે અને મારો ઈરાદો આવો નહોતો. હું મારુ નિવેદન પાછુ ખેચુ છું અને જેમને ખરાબ લાગ્યુ છે તે તમામની માફી માંગુ છું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024