KGF Chapter 2

KGF Chapter 2

ફિલ્મ KGF ચાહકો KGF Chapter 2ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના એક્ઝિક્યુટીવ નિર્માતા કાર્તિક ગૌડાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કન્નડ અને હિન્દી ફિલ્મ ‘ KGF Chapter 2 ‘નું ટીઝર 8 જાન્યુઆરીએ યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ KGF Chapter 2નું શૂટિંગ લોકડાઉનના ઘણા મહિનાઓ બાદ ઓગસ્ટ મહિનામાં શરૂ થયું હતું. આ ફીલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ ફિલ્મનું કરી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

સંજય દત્તની ભૂમિકા વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે, ‘જ્યારે અમે ‘KGF Chapter 1’ બનાવતા હતા ત્યારે અમારા પર ઘણા નિયંત્રણો હતા. પરંતુ ફિલ્મની સફળતા બાદ અમે ‘Chapter 2’ને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.