• કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લાએ ગુરૂવારે કહ્યું કે યુપીએ સરકારમના કાર્યકાળમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.
  • શુક્લાન દાવા મુજબ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક 29 જૂન, 2008નાં રોજ જમ્મુ કાશ્મીરના પુંછમાં સ્થિત ભટ્ટલ સેકટરમાં થઈ હતી.
  • બીજી નીલમ નદી ઘાટીમાં 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2011 વચ્ચે થઈ હતી.
  • ત્રીજી સ્ટ્રાઈક સાવન પાત્રા ચેકપોસ્ટ પર 6 જાન્યુઆરી, 2013નાં રોજ થઈ હતી.
  • ચોથી 27-28 જુલાઈ, 2013નાં રોજ નાજાપીર સેક્ટરમાં થઈ હતી.
  • પાંચમી સર્જિકલ સ્ટ્રાઈક નીલમ ઘાટીમાં 6 ઓગસ્ટ 2013નાં રોજ અને
  • છઠ્ઠી સ્ટ્રાઈક 14 જાન્યુઆરી, 2014નાં રોજ થઈ હતી.
  • આ પહેલાં અનેક વખત મોદી સરકાર દ્વારા પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરવાના દાવેને કોંગ્રેસના નેતાઓ ફગાવતા રહ્યાં છે.
  • આ પહેલી બન્યું છે કે જ્યારે કોઈ કોંગ્રેસના નેતા દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને સ્થાન અને તારીખની સાથે જનતાની સામે રાખવામાં આવ્યા હોય.
  • સપ્ટેમ્બર 2016માં જમ્મુ કાશ્મીરના ઉરીમાં ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવ્યો હતો, તે સમયે 19 જવાનો શહીદ થયા હતા. સેનાએ 29 સપ્ટેમ્બર, 2016નાં રોજ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ સેનાના જવાનો સકુશલ પરત ફર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈક માટે સેનાએ આતંકીઓ વિરૂદ્ધ લોન્ચિંગ પેડ પર નજરરાખી હતી તેમજ તેનો અભ્યાસ પણ કર્યો હતો. ઓપરેશનને પાર પાડવા માટે સવારનો સમય પસંદ કરાયો હતો. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં 40 આતંકી ઠાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024