Patan
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ કૃષિ બીલનો ખેડૂતો દ્વારા વિરોધ આંદોલન ચાલી રહ્યું છે. પાટણ (Patan) શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં હોળી સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસે જિલ્લા પ્રમુખ સહીત 20 કાર્યકરોની અટકાયત કરી ડિટેઇન કર્યા હતા.
22 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરી સરકાર ના વિરોધમાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ગુરુવારે પાટણમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલની હોળી કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ જુઓ : IPL 2022મા રમશે 10 ટીમો, ગુજરાતની ટીમ પણ થઇ શકે છે સામેલ
પોલીસ દ્વારા વિરોધના પગલે જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ ભુરાભાઈ જોશી સહીતના 20 કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.