જમ્મુ-કાશ્મીરને વિશેષ સવલતો આપતી 370ની કલમ રદ્દ મુદ્દે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરત સિંહ સોલંકીએ મોદી સરકારને નિર્મયને યોગ્ય ગણાવ્યો છે.

આજે ગુજરાત હાઈકોર્ટમાં અહમદ પટેલ મામલે કેસની સુનાવણી હતી, આ સમયે ભરત સિંહ સોલંકી ગુજરાત હાઈકોર્ટ ખાતે આવ્યા હતા, તે સમયે ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીતમાં જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ રદ કરવામાં આવી તેને તેમમે યોગ્ય ગણાવી છે.

તમને જણાવી દઈએ કે, 370ની કલમ મુદ્દે કોંગ્રેસના આ પહેલા નેતા નથી જેમણે મોદી સરકારને નિર્ણયને યોગ્ય ગણાવ્યો હોય આ સિવાય પણ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયામાં 370ની કલમ રદ્દ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવી ચુક્યા છે. કલમ 370 દૂર કરવામાં આવી, તે મામલે કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે મતભેદો જોવા મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુંધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી પણ કોંગ્રેસનાં નેતાઓએ મોદી સરકારનાં આ નિર્ણયને ટેકો આપ્યો છે.

કોંગ્રેસનાં સિનિયર નેતા જનાર્દન દ્વિવેદીએ સોમવારે કહ્યું કે, આર્ટિકલ370 એ એક ઐતિહાસિક ભૂલ હતી પણ નરેન્દ્ર મોદી સરકારે તે ભૂલને સુધારી.

આ મુદ્દે ટેકો આપતા દ્વિવેદીએ કહ્યું કે, રાષ્ટ્ર માટે આ એક સંતોષકારક વાત કહેવાય કે, ઐતિહાસિક ભૂલને સુધારી. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્ટિકલ 370 ઇચ્છતા નહોતા. હું ડો. રામ મનોહર લોહિયા નીચે તૈયાર થયો છું. તેઓ આ આર્ટિકલનાં વિરોધમાં હતા. વ્યક્તિગત રીતે કહું તો, આર્ટિકલ 370ને હટાવવાની એક રાષ્ટ્રીય સ્તેર સંતોષકારક કામ થયું છે,”

જોકે તેમણે કહ્યું, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. આ નિર્ણય ઘણો મોડો લેવાયો છે પણ હું તેનું સ્વાગત કરું છું,”.દ્વિવેદીએ જણાવ્યું કે, રાજ્યસભાએ આ બિલ પાસ કર્યું છે અને લોકસભામાં પણ તે પાસ થઇ જશે.

કોંગ્રેસનાં પૂર્વ સાંસદ ડીપેન્દર હૂડાએ ટ્વીટ કરીને કહ્યું, “મારું વ્યક્તિગત માનવું છે કે, આર્ટિકલ370ની કોઇ જરૂર નથી. સરકારનું આ પગલું માત્ર ભારતનાં જ નહીં પણ જમ્મુ-કાશ્મીરનાં હિતમાં છે. કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ છે. સરકારની એ જવાબદારી છે કે, શાંતિપૂર્ણ વાતાવરણમાં તેનો અમલ કરે,”.

રાહુલ ગાંધીની નજીક રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતમાં પૂર્ણ વિલય કરાર ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અને પાર્ટીમાં અધ્યક્ષ પદના દાવેદાર ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ નિર્ણયના પક્ષમાં ટ્વિટ કર્યું હતુ. સિંધિયાએ ટ્વિટ કર્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું ભારતમાં પૂર્ણ વિલયના પગલાનું સમર્થન કરું છું. જોકે એમ પણ કહ્યું હતું કે સંવિધાનિક પ્રક્રિયા પુરી કરી હોત તો કોઈ સવાલ ઉઠાવત નહીં. છતા પણ આ દેશના હિતમાં છે અને હું તેનું સમર્થન કરું છું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024