Sajjan Singh Varma
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે યુવતીઓના લગ્નની ઉંમરને લઇ મુદ્દો ઉઠાવ્યો છે. જેવી રીતે પુરૂષની ઉંમર 21 વર્ષ અનિવાર્ય છે એવી જ રીતે સ્ત્રીઓની ઉંમર પણ 21 વર્ષ કરવી જોઈએ તે મુદ્દો ઉઠાવ્યો છે.
પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્મા (Sajjan Singh Varma) એ આ મુદ્દે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે યુવતીઓના લગ્નની ઉંમર 18થી વધારી 21 વર્ષ અનિવાર્ય કરી દેવી જોઈએ. હું આને ચર્ચાનો વિષય બનાવવા માગું છું. પ્રદેશ અને દેશમાં આ અંગે વિચારણા થવી જોઈએ.
આ પણ જુઓ : DCGI એ સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી
જેની પર સજ્જનસિંહ વર્માએ જણાવ્યું કે ડોક્ટરો અનુસાર યુવતીઓ 15 વર્ષની વયે પ્રજનન લાયક થઈ જાય છે, તો પછી લગ્ન માટે ઉંમર 21 વર્ષ રાખવાની શું જરુર છે. યુવતીઓના લગ્ન માટે 18 વર્ષની ઉંમર પહેલાથી જ નક્કી કરવામાં આવી છે તો હવે બદલાવની શું જરૂર છે.
સજ્જનસિંહ વર્માએ આ નિવેદન ભોપાલમાં મીડિયા સાથે ચર્ચા કરતા સમયે આપ્યું છે. સજ્જનસિંહ વર્માનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું છે.