પ્રતીકાત્મક તસવીર

Corona update India

India -દેશમાં કોરોના સંક્રમણનો આંક 72 લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે દેશમાં કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર પહોંચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 730 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 72,39,390 થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 63 લાખ 1 હજાર 928 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,26,876 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,10,586 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,00,90,122 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 11,45,015 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024