કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ નવા ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટસ ફોર સ્ટેટસ કાર્યક્રમને મંજૂરી આપી છે. 6 રાજ્યમાં વર્લ્ડ બેંકની મદદથી ચલાવામાં આવશે.

આ રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને ઓડિશા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ કાર્યક્રમનો અમલ કેન્દ્ર સરકારના સ્કૂલી શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા નવા કેન્દ્ર પોષિત કાર્યક્રમ તરીકે રીતે થશે.

આ નિર્ણથી રાજ્યોની વચ્ચે સહયોગ વધશે, શિક્ષકોનું પ્રશિક્ષણ થશે અને પરીક્ષામાં સુધાર થવાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓમાં ભારત તૈયારીઓની સાથે ભાગ લઇ શકશે. 

1. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. 6 રાજ્યોમાં વર્લ્ડ બેન્કની મદદથી હાથ ધરવામાં આવશે.

આ રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને ઓડિશા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

2. સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે- ભારત સરકારે સસ્તા ભાવે તેલ ભંડારણ પર 3874 કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી છે. દેશમાં કાચા તેલનું ભંડારણ વધવાથી તેનો સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પડે છે.

જો કાચું તેલ સસ્તું હશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ જાય છે, જેના કારણે સામાન્ય જનતાને ફાયદો મળે છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશમાં ત્રણ સ્થળે આકસ્મિક સમય માટે ભૂમિગત તેલ ભંડારણ વિકસિત કરવામાં આવ્યું છે.

3. જમ્મુ-કાશ્મીર અને લદાખને વિશેષ પેકેજ- જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ 529 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે.

ગ્રામીણ કાશ્મીર, લદાખ અને જમ્મુમાં રહેનારા 2/3 લોકો આ યોજનામાં સામેલ થશે. આ યોજના પાંચ વર્ષ માટે હશે. તેનો ફાયદો 10,58,000 પરિવારોને મળશે.

4. ADNOC મૉડલના સંશોધનને મંજૂરી – મંત્રીમંડળે નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડથી અલગ થવા અને સમગ્ર સરકારી હિસ્સાને એક વ્યૂહાત્મક ખરીદનારને વેચીને અલગ થનારી કંપનીના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે.

કેબિનેટે ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમેટેડના હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની કોમર્શિયલ વાયબિલિટી વધારવા માટે ADNOC મૉડલના સંશોધનને મંજૂરી આપી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024