Corona Vaccine
પાટણ જિલ્લામાં કોરોના વેક્સિન (Corona Vaccine) નો જથ્થો આવી પહોંચ્યો છે. ત્યારે શનિવારે ત્રણ સ્થળો પર 300 હેલ્થ વર્કરોને કોરોનાની રસી આપવામાં આવશે. પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાંતા આંદોલનના ભાગરૂપે વેક્સિન લઈશું નહિ અને આપીશું પણ નહીં તેવો નિર્ધાર કર્યો છે. આ સંજોગોમાં તંત્ર એ છ ના બદલે ત્રણ સ્થળો પર અને 600 ની જગ્યાએ માત્ર 300 હેલ્થ વર્કરોને વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે.
પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ પાટણ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર રાધનપુરમાં હેલ્થ વર્કરોને વેક્સિન અપાશે. ત્રણે કેન્દ્ર પર 100-100 હેલ્થ વર્કરને રસી અપાશે. 28 દિવસ પછી તેમને બીજો ડોઝ અપાશે.
આ પણ જુઓ : પાટણ : જીલ્લાનો કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો, જાણો કોને અને ક્યારે આપશે કોરોના વેક્સિન
ધારપુર મેડિકલ કોલેજ ખાતે જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત ,સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે સંસદસભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વેકેશનનું ઉદઘાટન કરશે.