Corona Vaccine
કોરોના વાઇરસનો કહેર હજી પણ યથાવત છે. ત્યારે કોરોના વાઇરસની રસી (Corona Vaccine) ને લઈ ભારત માટે સારા ખબર છે. રશિયા જે રસી પર કામ કરી રહ્યું છે અને જે રસી પોતાના લોકોને જે આપવાનુ છે તેની ટ્રાયલ ભારત સહિતના પાંચ દેશોમાં પણ થવાની છે.
11 ઓગસ્ટે રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ રસી લોન્ચ કરી હતી. રશિયાએ કોરોના સામેની રસીને સ્પુતનિક નામ આપ્યુ છે. રશિયામાં આ રસીનું ત્રીજા ટ્રાયલનું પરિક્ષણ ચાલી રહ્યું છે. પરિણામ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં જાહેર કરાશે. વેકિસનનુ મોટા પાયે ઉત્પાદન આ મહિનાથી શરુ કરવાની શક્યતા છે. 2020ના અંત સુધી તેના 20 કરોડ ડોઝ તૈયાર કરવાનુ લક્ષ્ય છે.
આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો
રસિયાની સાથે રસી બનાવવા માટે ફંડિંગ કરનાર એજન્સીનુ કહેવુ છે કે, આ મહિનાથી ભારત, યુએઈ, સાઉદી અરબ , ફિલિપન્સ અને બ્રાઝિલમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવામાં આવશે. આ રસી શરીરમાં એ જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે જે કોરોના વાયરસથી સાજા થયેલા વ્યક્તિના શરીરમાં થાય છે. 38 લોકો પર થયેલા સ્ટડીમાં આ રસી માનવ શરીર માટે સુરક્ષિત હોવાનુ બહાર આવ્યુ છે.
આ પણ જુઓ : BMC notice : BMC એ કંગના રનોતને નોટિસ ફટકારી
સ્પુતનિક રસીનુ નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પુતનિક પરથી રાખવામાં આવ્યુ છે. જ્યારે રશિયાએ આ સેટેલાઈટ લોન્ચ કર્યો ત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.