Corona vaccine

  • દુનિયાભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે આ મહામારીની Corona vaccine બને તેવા સંજોગો બન્યા છે.
  • બુધવારે સમાચાર આવ્યા હતા કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University)ની કોવિડ વેક્સીન (Covid-19 Vaccine)ના હ્યુમન ટ્રાયલમાં શાનદાર પરિણામ આવ્યા છે.
  • તેમજ અમેરિકાની ફાર્મા કંપની મોર્ડર્નાના પણ સિમિત હ્યુમન ટ્રાયલના પરિણામ સકારાત્મક આવ્યા છે.
  • Corona vaccine (વેક્સીન) બનવાની સાથે દુનિયાના દેશો સામે સૌથી મોટો પડકાર રહેશે કે આખરે તેના અધિકાર કેવી રીતે ખરીદીએ અને પોતાના નાગરિકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે.
  • તેમજ ભારતની વાત કરવામાં આવે તો આ મામલામાં એક વેક્સીન બનાવનાર કંપનીની સક્રિયતાના કારણે મુશ્કેલી ઓછી થતી જણાઈ રહી છે.
  • પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પહેલા જ ઓક્સફોર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરી રાખ્યું છે.
  • જો ઓક્સફોર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ પરેશાની આવશે નહીં.
  • મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ઓક્સફોર્ડનો પ્રોજેક્ટ સફળ થવાની સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સીનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે.
  • તેમાં 50 ટકા ભાગ ભારત માટે રહેશે અને 50 ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશ માટે રહેશે.
  • આપને જાણવાનું કે,અદર પૂનાવાલા (Adar Poonawalla) વર્તમાન સમયમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ છે.
  • તેમના પિતા ડો. સાઇરસ પૂનાવાલાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1966માં કરી હતી.
  • આ કંપની પૂનાવાલા ગ્રૂપનો ભાગ છે. અદર પૂનાવાલાએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરથી અભ્યાસ કર્યો છે.
  • અદર પૂનાવાલાએ પોતાના પિતાની કંપની 2001માં જોઈન કરી હતી.
  • તેમજ સીરમ ઇન્સ્ટિટ્યૂટને આગળ વધારવા અને તેના ઇન્ટરનેશનલ ગ્રોથમાં તેમનું મોટું યોગદાન છે. 2011માં તે કંપનીના સીઇઓ બન્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024