Account

 • જો તમારે એક કરતા વધારે બેંકમાં Account (ખાતા) છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલવાના કેટલાક નુકસાન છે.
 • જો કે, આ વાતને લઈને બહુ ઓછા લોકો પાસે જાણકારી છે.
 • તમને જણાવાનું કે, બેંક ખાતું રાખવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું હોય છે. તથા આવું ન કરવા પર બેંક તમારા પાસેથી ચાર્જ વસુલે છે.
 • એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે કોઈ  બેંક ખાતુ બંધ કરો છો તો તેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સને તમારે ડીલીંક કરવું પડશે.
 • કારણ કે બેંક Account (ખાતા)માંથી લોન, ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સાથે જોડાયેલી પેમેન્ટ લિંક હોય છે.
 • આ ઉપરાંત ઘણી બેંકોમાં ખાતું હોવાને કારણે તમને આવકવેરો ભરતી વખતે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
 • તેમજ તમારે તમારા દરેક બેંક ખાતાઓથી સંબંધિત માહિતી આપવી પડશે. ઉપરાંત, તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ આપવાનું પણ કાર્ય મુશ્કેલ બની જાય છે.
 • જો તમે નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમે પૈસા પણ ગુમાવી શકો છો.
 • અત્યારે લોકો વારંવાર નોકરીઓ બદલતા હોય છે, આવી સ્થિતિમાં દરેક સંસ્થા સેલેરી ખાતું ખોલી આપે છે.
 • આથી પાછલી કંપનીનું ખાતું લગભગ નકામુ થઈ જાય છે. એટલે કે તેનો યૂઝ વધારે રહેતો નથી.
 • જો તમારા કોઈપણ પગાર ખાતામાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી પગાર મળતો નથી તો તે આપમેળે બચત ખાતામાં ફેરવાય જાય છે.
 • તમારૂ ખાતું પગાર ખાતામાંથી બચત ખાતામાં ફેરફાર થાય એટલે તે ખાતા માટે બેંકના નિયમો પણ બદલાઇ જાય છે.
 • આ નિયમો અનુસાર, ન્યૂનતમ રકમ પણ ખાતામાં રાખવી જરૂરી છે અને જો તમે આ રકમ ન રાખો તો બેન્કો દ્વારા પણ દંડ વસૂલ કરવામાં આવે છે અને Account (ખાતા) માંથી પૈસા કાપવામાં આવે છે.
 • ખાતું બંધ કરતી વખતે તમારે ડિ-લિંકિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડી શકે છે.
 • ખાતું બંધ કરવાનું ફોર્મ બેંક શાખામાં ઉપલબ્ધ હોય છે.
 • તમારે આ ફોર્મમાં એકાઉન્ટ બંધ કરવાનું કારણ આપવું પડશે.
 • જો તમારું એકાઉન્ટ સંયુક્ત ખાતું છે  તો ફોર્મ પર બધા ખાતાધારકોની સહી આવશ્યક છે.
 • તમારે બીજું પણ એક ફોર્મ ભરવું પડશે. જેમાં તમારે તે ખાતાની માહિતી આપવી પડશે જેમાં તમે બાકીના પૈસા બંધ ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો.
 • ખાતું બંધ કરવા માટે તમારે જાતે બેંક શાખામાં જવું પડશે.
 • જો કે, ખાતું ખોલવાના 14 દિવસની અંદર ખાતું બંધ કરવા માટે બેંકો કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી નથી.
 • જો તમે ખાતું ખોલ્યાના 14 દિવસ પછી અને તે એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં બંધ કરો છો, તો તમારે એકાઉન્ટ બંધ ચાર્જ ચૂકવવો પડી શકે છે.
 • સામાન્ય રીતે એક વર્ષ કરતા વધુ જૂનું ખાતું બંધ થવા પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી.
 • બેંક તમને બેંકના ન વપરાયેલ ચેકબુક અને ડેબિટ કાર્ડ ફોર્મની સાથે જમા કરવા માટે કહેશે.
 • ખાતામાં પડેલા પૈસા રોકડમાં ફક્ત 20,000 રૂપિયા સુધી ચૂકવી શકાય છે.
 • તમારી પાસે આ પૈસા તમારા અન્ય બેંક એકાઉન્ટમાં સ્થાનાંતરિત કરવાનો પણ વિકલ્પ છે.
 • જો તમારા Account (એકાઉન્ટ)માં વધુ પૈસા છે, તો ક્લોઝર પ્રક્રિયા શરૂ કરતા પહેલા, તેને બીજા ખાતામાં સ્થાનાંતરિત કરો.
 • ખાતાનું છેલ્લુ સ્ટેટમેન્ટ તમારી પાસે રાખો. જેમાં એકાઉન્ટ બંધ થવાનો ઉલ્લેખ કરો.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024