Nitin Patel
મંગળવારે સવારે કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો છે. દેશના 13 શહેરોમાં પુણે એરપોર્ટથી વેક્સિનનાં 478 બોક્સ Z+ સિક્યુરિટી સાથે પહોંચાડવામાં આવશે. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) લીલી ઝંડી બતાવીને કોરોના રસીને આગળ વધારી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આખો દેશ જેની રાહ જોઇ રહ્યો છે તેવી કોરોનાની રસીનો પ્રથમ જથ્થો પીએમ મોદી દ્વારા ગુજરાતમાં મોકલવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં લગભગ 3 કરોડ આરોગ્ય કર્મીઓને અને સલામતી સાથે સંકળાયેલ લશ્કર બીએસએફ, એસઆપી, પોલીસ તંત્ર હોમગાર્ડ આ બધા જ ને આપવા માટેનો પ્રથમ તબક્કાનો રાઉન્ડ આગામી શરૂ થઇ રહ્યો છે.
ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને હાલ પુણેથી બે લાખ 76 હજારનો રસીનો પ્રથમ તબક્કાનો જથ્થો વિમાન દ્વારા મોકલી આપવામાં આવ્યો છે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઇ જવાશે. તે સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ જુઓ : NCB એ ડ્રગ કેસમાં મૂછ્છડ પાનવાલાને ભરત તિવારીનુંસમન્સ મોકલ્યું
આજે 2 લાખ 76 હજાર રસીનો ડોઝ અમદાવાદ પહોંચ્યો છે. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદાવાદ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવી છે. પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર રસી માટેના રેફ્રિજરેટરના ટ્રક પહોંચી ગયા છે. કંકુ, ચોખા અને શ્રીફળથી વધાવીને કોરોનાની રસીના પ્રથમ જથ્થાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.