હવે ગુજરાતમાં બનશે કોરોના વેક્સીન.

- Advertisement -

This browser does not support the video element.

ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે વેક્સીન (COVAXIN) બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં કોવેક્સીન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારે જ જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સીનનુ પ્રોડક્શન શરૂ થઈ જશે.

આ વાતની માહિતા આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન (#SabkoVaccineMuftVaccine) અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે. 

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સી (Bharat Biotech) નનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

કેડિલા ઝાયદસ્ત કંપની હાલમાં જ સૌથી વધુ અછત ઉભી થયેલ રેમડેસિવર ઇન્જેક્શનનું રો મટીરીયલ પણ અંકલેશ્વરમાં થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરી રહી છે. જે બાદ હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સીન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવેક્સિન ઇન્જેક્શનનું ઉત્પાદન કરશે.