Covid 19 : દિવાળી સુધીમાં કોરોના નિયંત્રણમાં આવી જશે : સ્વાસ્થ્ય મંત્રી

પોસ્ટ કેવી લાગી?

Covid 19

દેશમાં કોરોના વાયરસ (Covid 19)નો કહેર હજી પણ યથાવત છે. ત્યારે બીજી બાજુ દેશમાં કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ફાઇનલ પરિણામ મળ્યું નથી. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનામાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ (Covid 19) સંક્રમણના પ્રસારને ઘણે અંશે નિયંત્રણ કરી લઈશું.

ડૉ. હર્ષવર્ધને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરી લેવાની આશા પણ વ્યક્ત કરી.

આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે ડૉક્ટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડૉક્ટર સી.એન. મંજૂનાથ જેવા વિશેષજ્ઞ આ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડા સમય બાદ કોરોના પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે.

આ પણ જુઓ : LOC પર પાક સેનાના ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ

ઉપરાંત તેમણે કહ્યું કે, વાયરસે આપણેને ખાસ પાઠ ભણાવ્યો છે, તેણે આપણને શીખવાડ્યું છે કે હવે કંઈક નવું થશે, જે સામાન્ય હશે અને આપણે સૌને પોતાની જીવનશૈલીને લઈને વધુ સાવધાન અને સજાગ રહેવું પડશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures