covid flu clinic

કોવિડ સંક્રમણને નિયંત્રીત કરવા ટેસ્ટીંગ અને ટ્રેસિંગ માટે ધન્વંતરી રથની ટીમ દ્વારા એક જ દિવસમાં ૩,૪૬૧ નાગરિકોની આરોગ્ય તપાસ

કોવિડ ફ્લુ ક્લિનક અને ધન્વંતરી રથની ટીમ દ્વારા કુલ ૮૮ લોકોને જરૂરી દવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ

કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ટેસ્ટીંગ અને ટ્રેસિંગ દ્વારા કોવિડ સંક્રમણ ધરાવતા દર્દીઓને શોધી તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે. જેના માટે જિલ્લામાં કુલ ૩૯ ધન્વંતરી રથની આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા ૩,૦૦૦થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે.

જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણ, સિદ્ધપુર, રાધનપુર, ચાણસ્મા તથા હારીજ શહેરોમાં ધન્વંતરી રથ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ ટીમો દ્વારા તા. ૧૦ જાન્યુઆરીના રોજ માત્ર એક જ દિવસમાં ૩,૪૬૧ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જે પૈકી તાવના ૩૩ તથા શરદી-ખાંસીના ૩૧ દર્દીઓ મળી આવ્યા હતા. ધન્વંતરી રથની ટીમ દ્વારા ૩૧ લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કોવિડ ફલુ ક્લિનિક – પાટણ

૧. ભારતીય આરોગ્ય નિધી, ટી.બી.ત્રણ રસ્તા, પાટણ.
૨. નવી જનતા હોસ્પિટલ, રેલ્વે નાળા પાસે, પાટણ.
૩. જૂની મિલની ચાલી, સિદ્ધપુર
૪. વોર્ડ ઓફીસ, છીંડીયા દરવાજા બહાર, પાટણ.
૫. નવા રેડક્રોસ ભવન, પદ્મનાભ ચાર રસ્તા, પાટણ.
૬. ભારતીય આરોગ્ય નિધી, ગોળશેરી, પાટણ.
૭. પાર્થ કોમ્પલેક્ષ, અંબાજી નેળીયુ, પાટણ.

કોવિડ ફલુ ક્લિનિક – સિદ્ધપુર & રાધનપુર

૧. ભીલવાસ, સિદ્ધપુર
૨. પગીવાસ, સિદ્ધપુર
૩. જૂની મિલની ચાલી, સિદ્ધપુર
૪. કાજીવાસ, રાધનપુર
૫. રવિધામ, રાધનપુર
૬. વલ્લભ નગર, રાધનપુર

સાથે સાથે પાટણ, સિદ્ધપુર તથા રાધનપુર શહેરી વિસ્તારોમાં ઉપર દર્શાવેલ સ્થળો પર કોવિડ ફ્લુ ક્લિનિક શરૂ કરવામાં આવેલા છે. કુલ ૧૩ કોવિડ ફ્લુ ક્લિનિકમાં તા. ૧૦ જાન્યુઆરીના રોજ ૧૫૬ દર્દીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી. જે પૈકી ૨૭ દર્દીઓ તાવ તથા ૩૦ દર્દીઓ શરદી-ખાંસીવાળા મળી આવ્યા હતા. આ તમામ ૫૭ દર્દીઓને જરૂરી દવાઓની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ૧૦ જેટલા દર્દીઓના કોવિડ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જે તમામના રિઝલ્ટ નેગેટીવ આવ્યા હતા.

વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા નગરજનોને આયુર્વેદિક ઉકાળા અને દવાની કીટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી આયુર્વેદિક ઉકાળા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024