Fake account
સાયબર ક્રાઇમ પોલીસે સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Fake account) બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જિનિયર યુવાનની ધરપકડ કરી છે. આ મામલામાં યુવતી સાથે સગાઈ ન થતા અને વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને આ કર્યું હતું.
આરોપીએ સુરતના રાંદેર રોડ વિસ્તારની 30 વર્ષીય યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. ઉપરાંત એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને જેની સાથે તેના લગ્ન માટે વાત ચાલી હતી તેના એડીટ કરી ફોટા પણ મુક્યા હતા.
આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું. આ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડિજિટલ માર્કેટિંગનું કામ કરતા 29 વર્ષીય રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી છે.
આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ
પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ ઉપર બંનેનો પરિચય થયો હતો તે બાદમાં તેઓની સગાઈ માટેની વાત પણ થઈ હતી. પરંતુ કારણોસર સગાઈ ન થતા યુવતીએ વાતચીત બંધ કરી દેતા યુવકે આ પગલું ભર્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.