Crowds cannot be gathered on the terrace or agaci to celebrate Uttarayan
  • ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં સ્થાનિક રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીંઃ ભંગ બદલ થઈ શકે છે કાર્યવાહી
  • લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ
  • પોલીસ સી.સી.ટી.વી અને ડ્રોન દ્વારા કરી શકે છે સર્વેલન્સ

આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાનાર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારમાં ધાબા, અગાસીઓ તથા ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. ભીડ વધવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ કૃત્યો પર મનાઈ ફરમાવવામાં આવી છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૧.૦૧.૨૦૨૨થી તા.૧૭.૦૧.૨૦૨૨ સુધી વિવિધ કૃત્યો પર મનાઈ ફરમાવવામાં આવી છે. જે મુજબ કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.

વધુમાં માસ્ક વિના કોઈપણ વ્યક્તિ મકાન કે ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. મકાન કે ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ કે રહેણાંક સોસાયટી સબંધિત કોઈપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી કે ફ્લેટના સેક્રેટરી કે અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂદ્ધ નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મકાન કે ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન કે ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાથી તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક નાગરિકો અને અન્ય રોગોથી પીડિત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે. કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો, સ્લોગન કે ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.

સાથે સાથે નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સુચનાઓ અન્વયે ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન્સ, ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક કે કાચમાં પાયેલા કે પ્લાસ્ટીકની દોરી વગેરે પ્રતિબંધિત રહેશે. જે વ્યક્તિઓ પાટણ જિલ્લામાં આવેલા પતંગ બજારની મુલાકાત લે ત્યારે કોવિડ-૧૯ સબંધી દિશાનિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને પતંગ બજારમાં વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

ઉપરાંત કોવિડ-૧૯ સંદર્ભે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અને માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ તમામ સુચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ કરવામાં આવશે. સાથે સાથે જરૂરિયાત અનુસાર ડ્રોન તથા સી.સી.ટી.વી. મારફતે પણ સર્વેલન્સ રાખવામાં આવશે.

આ હુકમ પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૧.૦૧.૨૦૨૨થી તા.૧૭.૦૧.૨૦૨૨ સુધી (બંને દિવસો સુદ્ધાંત) અમલમાં રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024