Curfew
રાજસ્થાનની સરકારે 31 ડિસેંબરની ઉજવણીને લઇ જમા થતી ભીડને અટકાવવા અને કોરોના ફેલાતો રોકવા રાત્રે 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરીના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે.
રાજસ્થાન સરકારે એક લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં નાઇટ કર્ફ્યૂ (Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ આદેશ તમામ નગર નિગમો અને નગર પરિષદ ક્ષેત્રોને લાગુ પડશે.
આ પણ જુઓ : બેટ-દ્વારકામાં પતિએ પત્નીની હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી
રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ 31મીએ સાંજે 7 વાગ્યે તમામ બજારો બંધ થઇ જશે. કોઇ પણ સ્થળે ચારથી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. રાજ્યમાં કોઇ પણ સ્થળે ફટાકડા વેચવા પર કે આતીશબાજી કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. તેમજ નવા વર્ષની પૂર્વસંધ્યાએ કોઇ પણ પ્રકારના સમારોહ યોજીવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.