બ્રિટનથી આવેલી કોરોનાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાંથી આંધ્ર ભાગી ગઇ

Corona Infected
- Advertisement -

This browser does not support the video element.

Corona Infected

21 ડિસેમ્બરે મેરી વિન્ફેરેડ નામની એક એન્ગો ઇન્ડિયન મહિલા બ્રિટનથી દિલ્હી આવી હતી. મહિલા કોરોના સંક્રમિત (Corona Infected) જણાતા આઇસોલેશન વોર્ડમાં તેને રાખવામાં આવી હતી.

આ મહિલા રાજામહેન્દ્રમમાં એક હોસ્પિટલમાં પુત્રની સાથે દાખલ થઇ હતી. મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળે છે કે નઈ તેના માટે તેના સ્વૈબની તપાસ માટે તેને પુણેની નેશનલ ઇન્સટીટયુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યો હતો. પરંતુ મહિલા ટ્રેન મારફતે આંધ્ર પ્રદેશ ભાગી ગઇ હતી. 

આ પણ જુઓ : આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ કેસ દાખલ

સ્વાસ્થ્ય વિભાગના અિધકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.આંઘ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીના અિધકારીઓને આ અંગે સુચના આપીને મહિલા રાજામુંદ્રીના રામકૃષ્ણ નગરની હોવાની જાણ કરાઇ હતી. મહિલાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે એને માત્ર હોમ ક્વોરન્ટાઇન રહેવાની સુચના આપવામાં આવતા તે આંઘ્ર પ્રદેશ આવી ગઇ હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.