Online franchise
  • ગૂગલે દાવો કર્યો છે કે, ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેના આશરે 500 યુઝર્સ પર સરકાર સમર્થિત સાઈબર હુમલા થયા છે.
  • જોકે આ અંગે ગૂગલે એ તમામ યુઝર્સને ચેતવણી પણ મોકલી છે. સરકાર સમર્થિત સાઈબર હુમલાને લઈને ગૂગલે (google) દુનિયાના 149 દેશમાં 12 હજારથી વધુ યુઝર્સને ચેતવણી મોકલી છે.
  • વોટ્સએપે પણ સ્વીકાર્યું હતું કે ઈઝરાયલી સ્પાયવેર પેગાસસની મદદથી દુનિયાના 1400થી વધુ પત્રકારો અને માનવાધિકાર કાર્યકરોના વોટ્સએપમાં ઘૂસણખોરી કરી હતી, જેમાં ભારતના પણ 121 લોકો સામેલ હતા.
  • ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જાહેર કર્યું છે કે, અમારી નીતિ છે કે, જો અમારા યુઝર્સને સરકાર સમર્થિત ફિશિંગનું નિશાન બનાવવાનો પ્રયાસ થાય છે, તો અમે તેમને ચેતવીએ છીએ. 2017 અને 2018માં પણ આ જ ગાળામાં અમે આટલા જ લોકોને ચેતવણી આપી હતી. અમારું થ્રેટ એનાલિસિસ ગ્રૂપ 50 દેશના 270થી વધુ ટાર્ગેટેડ કે સરકાર સમર્થિત જૂથોને ટ્રેક કરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024