• ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે.
  • સ્થાનિક માર્કેટમાં ડુંગળીનાં છુટક ભાવ પ્રતિ કિલો 80થી 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય માણસોની થાળીમાંથી તો ડુંગળી જ ગાયબ થઇ રહી છે.
  • છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીની કિંમતમાં 20થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.
  • આ અંગે ખરીદી કરતાં ગ્રાહકો સાથે ન્યૂઝ18ગુજરાતીએ જ્યારે પૂછ્યું કે, ડુંગળીનાં આટલા વધતા ભાવને કારણે હવે તમે શું કરો છો? તો સામેથી તરત એક કાકાએ જવાબ આપ્યો કે, અમે તો સ્વામિનારાયણ બની જવાનાં પરંતુ આટલી મોંઘી ડુંગરી તો ન ખવાય.
  • ત્યારે બજારમાં બીજી તરફ એવા પણ ઘણાં ગ્રાહકો હતાં કે જેમણે સ્વીકાર્યું કે, ડુંગળી મોંઘી થાય તો ઓછી ખાવાની પરંતુ ડુંગળી વગર મઝા ન આવે.
  • આ અંગે જ્યારે વેપારીઓ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા નથી.
  • ઓક્ટોબર મહિનામાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ઉતરનારો ડુંગળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો.
  • જેના કારણે ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હવે ડુંગળીની નવી આવક થાય તો જ ડુંગળીની કિંમતો ઘટશે.
  • હાલ સ્થિતિ એવી છે કે ગણ્યાગાંઠ્યા 4-5 રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળી પૂરી પાડી રહ્યા છે.
  • જેના કારણે ડુંગળીની માંગ પૂર્ણ થઇ શકતી નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડુંગળીની વધતા ભાવોને કાબૂમાં લેવા આયાતથી લઇને લોકોને સસ્તા ભાવે ડુંગળી પૂરી પાડવા સહિતના અનેકવિધ પગલાંઓ લેવાની શરૂઆત કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.