રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે. જેને લઈ મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે બપોર સુધીમાં આ વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે આ વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી.નો છે. જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક 140 કિ.મી.ની યથાવત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય આપવાની બાંહેધરી આપી છે. રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા માટે વહિવટી તંત્રની સાથોસાથ એનડીઆરએફની ટીમો કાર્યરત છે.

પરિણામે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 100 કિલોમીટર દૂર છે અને દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 140 કિ.મી.ની ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેનું સંકલન ખોરવાઈ ન જાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં સેટેલાઇટ ફોન, હેમ રેડિયો સર્વિસ, વી.સેટ, વાયરલેસ, અને લેન્ડલાઈન સિસ્ટમ કર્યાન્વિત કરી હોવાનું જણાવ્યું હતું.

તો બીજી તરફ સ્થળાંતર કરેલા નાગરિકો માટે 10 લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટથી અંદાજે એક લાખ ફૂડ પેકેટ ગીર સોમનાથ માટે મોકલી આપ્યા છે.

આ સિવાય આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે સરકારના વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બાદ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગઈકાલથી 1316 પોલીસ સ્ટાફ અને NDRFના જવાનો દ્વારા દરિયાઈ પટ્ટી ઉપર સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યું હતું અને આ કાર્યવાહી હજુ પણ યથાવત છે.

બીજી તરફ પ્રભાવિત જિલ્લાઓ માટે NDRFની 47 SDRFની 45, SRPની 13, અને આર્મીની 11 ટીમો હાલ પેટ્રોલિંગ કરી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024