dahod accident

ઝાલોદ તાલુકાના ધારા ડુંગર થી પરિવાર સુખસર તરફ જતા સમયે અકસ્માત સર્જાયો.

સ્થળ ઉપર પિતા તથા 2 પુત્રોના મોત,જ્યારે માતાનુ સારવાર દરમિયાન મોત તથા 10 વર્ષીય પુત્રીની ગંભીર સ્થિતિ,એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી.

ઘાણીખુટ માં હાઈવે માર્ગની બાજુમાં બનાવેલ શોપિંગ સેન્ટર આગળ જેસીબી દ્વારા પુરાણ કરતાં સમયે જેસીબી ચાલકની બેદરકારીથી મોટરસાયકલ સવાર પરિવાર કાળનો કોળિયો બન્યો.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન-પ્રતિદિન ગોઝારા વાહન અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઝાલોદ થી સુખસર જતાં હાઈવે માર્ગની બાજુમાં ઘાણીખુટ ગામે નવીન બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર આગળ માટી પુરાણ કરતા જેસીબીના ચાલકે બેદરકારીથી કામ કરતા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા મોટરસાયકલ સવાર એક જ પરિવારના 6 સભ્યોને જેસીબી ની આગળની સુંઢ વાગતા ઘટનાસ્થળે બે પુત્રો સહિત તેના પિતાનું મોત નિપજવા પામ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત ત્રણને સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં મૃતકના પત્નીનું પણ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.જ્યારે 10 વર્ષિય પુત્રીની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.તેમજ એક 8 વર્ષીય પુત્રીને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

જાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના સંજયભાઈ ખડિયા તથા તેમનો પરિવાર વતનથી મોટરસાયકલ ઉપર બહારગામ મજૂરી અર્થે જવા નીકળ્યા હતા.અને તેઓ ઝાલોદ થી સુખસર તરફ આવી રહ્યા હતા. તેવા સમયે ઘાણીખુટ ગામે હાઈવે માર્ગની બાજુમાં નવીન બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનુ પુરાણ કરી રહેલ જેસીબીના ચાલકે પોતાના કબજાના વાહન ઉપર લાપરવાહીથી કામગીરી કરતા હાઈવે માર્ગ ઉપરથી 2 પુત્રો તથા 2 પુત્રીઓ સહિત પત્ની સાથે પસાર થઇ રહેલા પરિવાર ઉપર જેસીબીની આગળ ની સુંઢ મોટરસાયકલ સવાર પરિવાર ઉપર ત્રાટકતા 2 પુત્રો સહિત 2 પુત્રીઓ અને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.તેમાં 2 પુત્રો અને તેના પિતા સંજયભાઈ ખડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. જ્યારે સંજયભાઈના પત્ની કમળાબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ ૩૫, પુત્રી રંજનબેન સંજયભાઈ ખડીયા, ઉંમર વર્ષ 10 ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે મધુબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ 8 ને હાથે સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી કમળાબેન,રંજનબેન તથા મધુબેનને તાત્કાલિક 108 દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં કમળાબેન ખડીયાનુ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે રંજનબેનની હાલત નાજુક છે.જ્યારે મધુબેનની સારવાર હાલમાં ચાલી રહી છે.

આમ જ એક જ પરિવારના મોટરસાયકલ સવાર લોકોને જેસીબીના ચાલકની બેદરકારીથી કમાટી ભર્યા મોત નિપજતા ઘટનાસ્થળ સહિત મૃતકના ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે જેસીબી ચાલક ઘટના સ્થળે પોતાના કબજાના વાહનને મૂકી ભાગી છુટયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સુખસર પોલીસ દ્વારા ipc કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આ તમામ ઘટનાની માહિતી આપતા એએસપી વિજયસિંહ ગુજ્જર દ્વારા નિવેદન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024